• 7069331626
  • સોમ થી શનિ - સવારે 10:00 થી સાંજે 06:00

આર.સે.ટી. કચ્છ

આર.સે.ટી. કચ્છ વિશે

ભારત એક વિકાસશીલ દેશની ગણના ધરાવે છે અને દેશમાં ગરોબીની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય એ માટે સરકારશ્રીનાં જુદા જુદા વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે.વર્તમાન સમયમાં બેરોજગારી એ દેશની મુખ્ય સમસ્યા માનવમાં આવે છે.જેથી સરકરી વિભાગ, ખાનગી કંપનીઓ, રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેન્કો વગેરે જેવા તમામ વિભાગોને સરકારશ્રીએ રોજગારીની ટાળો ઊભી થાય એ માટે વધુ ને વધુ પ્રયત્નો કરવા જણાવેલ છે.આ બાબતે દેશની રાષ્ટ્રીયકૃત બેન્કોએ પણ સક્રિય ફાળો આપેલ છે.જેમકે નવા ઉધ્યોગસાહસિકોનો વધારો થાય એ માટે પ્રશિક્ષણ કેન્દ્રો પણ શરૂ કરવામાં આવેલ છે.

આપણાં કચ્છ જિલ્લાનાં ગ્રામીણ બેરોજગાર યુવાઓ માટે ગ્રામ વિકાસ વિભાગ, ભારત સરકારના સહયોગથી જિલ્લાની અગ્રણી બેન્ક અને રાષ્ટ્રીયકૃત તથા કચ્છની લીડ બેન્ક બેંક ઓફ બરોડા દ્વારા ભૂજોડી ખાતે “ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન”ની સ્થાપના કરેલ છે. જે આરસેટી (RSETI) તરીકે પણ ઓડખાય છે.

બેંક ઓફ બરોડા દ્વારા સ્થાપવામાં આવેલ આ પ્રશિક્ષણ કેન્દ્રમાં સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર વિવિધ ધંધા-વ્યવસાયને લગતું પ્રશિક્ષણ વિનામુલ્યે આપવામાં આવે છે તેમજ પ્રશિક્ષણના સમયગાળા દરમિયાન તાલીમાર્થીઓને અધ્યતન હોસ્ટેલ તેમજ જમવાની સુવિધા મફત પૂરી પાડવામાં આવે છે. આમ યોગ્ય રીતે પ્રશિક્ષણ પૂરું કર્યા બાદ સંસ્થાન દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે અને ત્યાર બાદ સતત બે વર્ષ સુધી તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.તેમજ ધંધો/વ્યવસાય શરૂ કરવા માટે યોગ્ય તાલીમાર્થીને લોન અપાવવામાં પણ મદદ કરે છે.કચ્છ ના કોઈ પણ વિસ્તારના મહિલા સખી મડળ જે એસ.એચ.જી. ગ્રૂપ તરીકે પણ ઓડખાય છે તેઓને પોતાની થયેલી બચત કે તેઓને મળતી ધિરાણ ને આર્થિક ગૃહ ઉધોગની પ્રવૃતિમાં રોકી અને વ્યવસાય ચાલુ કરવા માટેની તાલીમો મફતમાં સંસ્થા દ્વારા કચ્છના દરેક ગામોમાં આપવામાં આવે છે.

Please Upload image in staff

શ્રી હિરેન કોટડીયા

(નિયામક)

આરસેટી કચ્છ (મેનેજર સ્કેલ - III)

"કોઈ બીજાના એકાઉન્ટને લખવાને બદલે તમારું પોતાનું એકાઉન્ટ લખવું વધુ સારું છે."
- ડૉ. વીરેન્દ્ર હેગડે

Important Links

Visitors Count
1
6
8
7
0
4

Design by Radhe Infocare